Video: સુરેન્દ્રનગરના ખેડૂતોનો સરકાર સામે આક્રમક મિજાજ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે વરસાદની ઘટ વર્તાઈ રહી છે..તેમાં પણ સૌની યોજનાની પાઈપલાઈનો બંધ છે અને તળાવો ખાલીખમ છે. કૃષિ ઉત્પાદનમાં થયેલા ભારે ઘટાડાથી ખેડૂતો પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી બાજુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંના ખેડૂતોને દેવા માફી આપી છે. મહારાષ્ટ્રના 4 લાખથી વધુ ખેડૂતોનું ૨ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યું છે, જ્યારે ભાજપ સરકારનું હોમટાઉન હોવા છતાં ગુજરાતના ખેડૂતોને આ લાભથી વંચિત રહેવું પડે છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે દેવા માફી કરવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે..

આ સમાચાર શેર કરો

જાહેરાત