Video: લીંબડીના 8 ગામોમાં આદિવાસીઓની હિજરત, રોજગારીના અભાવે 80 ટકા લોકો સ્થળાંતર કરવા મજબૂર

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ, પરાલી, પનાળા, રણોલ અને કઠેચી સહિતના 8 ગામોમાં રોજગારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવે 80 ટકા જેટલા આદિવાસી સમાજના લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. નળકાંઠા વિસ્તારમાં માછીમારી કરવા પર રોક લાગતા તેમજ ગામોમાં પીવાના પાણી અને રોડ-રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ ન હોવાથી આદિવાસી પરિવારો પોતાના ઘરોને તાળાં મારીને રોજગારીની શોધમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જવા મજબૂર બન્યા છે. એક તરફ આ ગામોમાં આદિવાસી સમાજની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે અને મકાનો ખાલીખમ પડ્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર આ જ ગામોમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીના તાયફા કરવા જઈ રહ્યું છે. ઉજવણીના કાર્યક્રમો પૂર્વે તંત્ર દ્વારા આદિવાસી પરિવારોની વાસ્તવિક અને કફોડી પરિસ્થિતિ સમજીને સ્થાનિક સ્તરે રોજગારી તેમજ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી સ્થાનિકોએ હૈયાવેદના ઠાલવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત