Video: સુરેન્દ્રનગરના તલવણીમાં કેનાલ ઓવરફ્લો થતા શિયાળુ પાકને નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલવણી ગામે નર્મદા વિભાગની બેદરકારીના કારણે કેનાલ ઓવરફ્લો થતાં ૧૦૦ વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. કેનાલની સમયસર સાફ-સફાઈ અને રિપેરીંગ કામ ન થવાને કારણે અજમો, જીરું, વરિયાળી, ઘઉં અને ચણા જેવા મૂલ્યવાન શિયાળુ પાકો પાણીમાં ડૂબી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વારંવાર થતા આ જળબંબાકારથી ગામની એક હજાર વીઘાથી વધુ જમીન બંજર બની ગઈ હોવાની ખેડૂતોએ ભારે હૈયાવેદના વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો માટે કેનાલ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે અને તેઓ તંત્ર પાસે વહેલી તકે રિપેરીંગ કામ કરવાની સાથે નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
જાહેરાત







