Video: ટ્રમ્પ સરકારે 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

સોર્સ: gstv

અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ગેરકાયદેસર પ્રવાસીઓ સામેની કાર્યવાહીએ છેલ્લા 23 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS) દ્વારા જારી કરાયેલા તાજેતરમાં આંકડા મુજબ, ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) એ નાણાકીય વર્ષ 2026 દરમિયાન 4,83,200 ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરીને તેમને દેશમાંથી ડિપોર્ટ (હકાલપટ્ટી) કર્યા છે. વર્ષ 2014માં પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન 4,05,090 લોકોને ડિપોર્ટ કરાયા હતા, ત્યારપછીનો આ સૌથી મોટો આંકડો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ 11 લાખ ડિપોર્ટેશન વર્ષ 1954માં પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહોવરના શાસનકાળમાં નોંધાયા હતા.આંકડાકીય સરખામણી કરીએ તો, નાણાકીય વર્ષ 2026માં થયેલી આ કાર્યવાહી અગાઉના વર્ષ 2025ના 4,42,640ના આંકડા કરતાં 9 ટકા વધુ છે. જ્યારે જો બાઇડેનના શાસનના અંતિમ વર્ષ 2024માં થયેલા 2,71,480 ડિપોર્ટેશનની તુલનાએ તેમાં 78 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત