Video: સાવલીની સ્ટર્લાઇટ ઇલેક્ટ્રિક કંપનીમાં ગંભીર અકસ્માત: ૧૨ મીટરની ઊંચાઈએથી પટકાતાં કામદારનું કરુણ મોત થયું

સોર્સ: gstv

કંપનીમાં વેલ્ડિંગની કામગીરી કરી રહેલા મેથ્યુ ચાર્લ્સ કેળી નામના કામદાર આશરે ૧૨ મીટરની ઊંચાઈએ રોડ ઉપર સેફ્ટી બેલ્ટ પહેરીને કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સેફ્ટી બેલ્ટનો હૂક નીકળી જતાં તેઓ ઊંચાઈ પરથી સીધા નીચે જમીન પર પટકાયા હતા, જેના કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત કામદારને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અંગેની નોંધ કરવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ કંપનીમાં કામદારોની સુરક્ષા માટેના સાધનો અને સલામતીના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે કેમ તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે અને સઘન તપાસ જરૂરી બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત