Video: મુંબઈમાં સ્મોગની ચાદર

સોર્સ: gstv

મહારાષ્ટ્રના મુંબઈમાં હવાની ગુણવત્તા ખરાબ થવાના કારણે ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. મુંબઈના બાંદ્રા રિક્લેમેશન વિસ્તારમાં સ્મોગના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં હવામાં ધૂળ અને પ્રદૂષણના કણો જોવા મળી રહ્યા છે. સ્મોગના કારણે આસપાસની ઇમારતો અને રસ્તાઓ ધૂંધળા દેખાઈ રહ્યા છે. મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને પર્યાવરણ અને આરોગ્ય અંગે ચિંતા વધી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત