Video: પંજાબમાં એક પરિવારની મહેનત પર પાણી ફરી વળ્યું, લાખોનું નુકસાન

પંજાબના પઠાણકોટ જિલ્લાના સુજાનપુરના કોઠે મુનવાલ ગામમાં દિવાળીના ફટાકડાને કારણે પરાળીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફટાકડાનું તણખલું પડતાં એક ગુજ્જર પરિવાર દ્વારા મહેનતથી એકત્રિત કરવામાં આવેલી પરાળી બળીને ખાખ થઈ ગઈ છે. પરિવારના જણાવ્યા અનુસાર, આગમાં અંદાજે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગતાં પરિવારે ભારે જહેમત બાદ પોતાના પશુઓને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. પરિવારના જણાવ્યા મુજબ, 35 એકર જમીનની પરાળી એકત્રિત કરવા માટે મજૂરી સહિત મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે પીડિત પરિવારે વહીવટી તંત્ર પાસે ન્યાય અને યોગ્ય વળતરની માગ કરી છે.
જાહેરાત








