Video: કાશીમાં વિદેશી પક્ષીઓનું આગમન

ઉત્તરપ્રદેશના વારાણસીમાં શિયાળાની શરૂઆત સાથે વિદેશી મહેમાનોનું આગમન થયું છે. કાશીના ગંગા ઘાટ પર સાઇબેરિયન પ્રવાસી પક્ષીઓનાં ઝુંડ જોવા મળી રહ્યાં છે. ગંગાના પાણીમાં આ પક્ષીઓની અઠખેલીઓ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દૂર-દૂરથી આવતા આ પ્રવાસી પક્ષીઓ દર વર્ષે શિયાળાની ઋતુમાં કાશીની મુલાકાતે આવે છે. ગંગામાં તરતા અને ઉડાન ભરતા પક્ષીઓનાં મનમોહક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. પક્ષીઓના આગમનથી ગંગા ઘાટની સુંદરતામાં વધારો થયો છે.
જાહેરાત





