Video: અરવિંદ કેજરીવાલને લોરેન્સ ગેંગથી મળી ધમકી

સોર્સ: gstv

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે..લોરેન્સ ગેંગ તરફથી આ ધમકી મળી છે..આ અંગે આપના ધારાસભ્ય જરનેલસિંહે પોલીસને જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે અરવિંદ કેજરીવાલ પાસેથી 7 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવતી એક અજાણી વ્યક્તિએ તેમના ફોન પર અને વોટ્સએપ મેસેજ દ્વારા આ ધમકી આપી છે. તેમની ફરિયાદ પર પંજાબના મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીના તિલક નગરથી AAPના ધારાસભ્ય જરનૈલ સિંહ દ્વારા પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ 6 નવેમ્બર 2026ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે તેમના પર્સનલ મોબાઇલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી કૉલ અને વૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. જેમાં કેજરીવાલની દીકરીના નામનો પણ ઉલ્લેખ કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત