મેડિકલ ઉમેદવારો માટે મોટા સમાચાર: NEET-SS 2026ની પરીક્ષા તારીખો જાહેર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ!

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા સુપર સ્પેશિયાલિટી કોર્સિસમાં પ્રવેશ માટે લેવાતી NEET-SS 2026 પરીક્ષાના સત્તાવાર શિડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. દેશભરના મેડિકલ ક્ષેત્રના ઉમેદવારો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આ પરીક્ષાની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર:
જાહેરાત
-
પરીક્ષાની તારીખો: ૧૧ અને ૧૨ ડિસેમ્બર ૨૦૨૬
-
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર ૨૦૨૬ (રાત્રે ૧૧:૫૫ વાગ્યા સુધી)
ઉમેદવારો નિયત સમયમર્યાદામાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. છેલ્લા સમયની દોડધામ ટાળવા માટે ઇચ્છુક તબીબી ઉમેદવારોને સમયસર રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે.
જાહેરાત







