VIDEO:છત્તીસગઢમાં કરોડોનો ગાંજો ઝડપાયો, ટ્રકમાંથી મોટો જથ્થો જપ્ત

છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટી

છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરીને એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. તલાશી દરમિયાન ટ્રકમાંથી ગાંજાનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો આ ગાંજો જપ્ત કરીને ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ  એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આખા રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત