Video: ભોપાલમાં શોકસભાનું આયોજન

સોર્સ: gstv

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનાં દિવંગત માતા કાશીબાઈની સ્મૃતિમાં શોકસભા અને ત્રયોદશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાશીબાઈના ચિત્ર પર પુષ્પ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. દેશના અનેક રાજકીય નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત