VIDEO : મીનાક્ષી નટરાજનના નામાંકન રદ થતા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
મુંબઈના તિલક ભવન ખાતે કોંગ્રેસ કાર્યકરોએ મધ્યપ્રદેશ રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટર

મુંબઈના તિલક ભવન ખાતે કોંગ્રેસ કાર્યકરોએ મધ્યપ્રદેશ રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને નિર્ણયને અલોકતાંત્રિક અને પક્ષપાતપૂર્ણ ગણાવ્યો હતો.પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ આરોપ લગાવ્યો કે લોકશાહી પ્રક્રિયાને અસર પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.આંદોલન દરમિયાન અનેક કાર્યકરોએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેવી જોઈએ અને તમામ ઉમેદવારોને સમાન તક મળવી જોઈએ. કોંગ્રેસે આ મામલે યોગ્ય કાનૂની અને રાજકીય લડત લડવાની પણ વાત કરી છે.
જાહેરાત







