VIDEO: દિલ્હીના ગોડાઉનમાં ભીષણ આગ
દિલ્હીમાં આજે પ્રદર્શનની વસ્તુઓ રાખવામાં આવેલા એક વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વ

દિલ્હીમાં આજે પ્રદર્શનની વસ્તુઓ રાખવામાં આવેલા એક વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ૨૫થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો લાખોની કિંમતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગામી તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત








