VIDEO: આસામ વિધાનસભામાં પ્રથમ વખત હિન્દી ભાષાને સત્તાવાર રીતે સ્થાન આપવામાં આવશે
આસામ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત હિન્દી ભાષાને સત્તાવાર રીતે

આસામ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત હિન્દી ભાષાને સત્તાવાર રીતે સ્થાન આપવામાં આવશે. આસામ વિધાનસભાના અધ્યક્ષ રણજીત કુમાર દાસના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, ૧૬મી આસામ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ૬ જુલાઈથી આસામી, અંગ્રેજી અને બોડો ભાષાઓ સાથે હિન્દી ભાષાનો પણ ઉપયોગ થશે. સામાન્ય હેતુ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અધ્યક્ષ દાસે જણાવ્યું કે હિન્દી રાષ્ટ્રભાષા હોવાથી તેને માન્યતા આપવાનો આ ઐતિહાસિક પ્રયાસ છે.
જાહેરાત







