Video: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મોર્નિંગ વૉક દરમિયાન અચાનક બેભાન થઈ ઢળી પડ્યા, AIIMSમાં દાખલ

સોર્સ: gstv

દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત અચાનક લથડી ગઈ હતી. તેઓ રોજિંદા ક્રમ મુજબ સવારના સમયે મોર્નિંગ વૉક કરી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં તેમને તાત્કાલિક એઈમ્સના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ થોડી મિનિટો સુધી બેભાન અવસ્થામાં જ રહ્યા હતા. આ અણધારી સ્થિતિ સર્જાતાં તેમની સાથે તૈનાત સુરક્ષાકર્મીઓ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા અને તેમને સુરક્ષિત રીતે પોલીસ કંટ્રોલ રૂમ વાન મારફતે ઘરે પહોંચાડ્યા હતા. શરીરના મહત્ત્વપૂર્ણ પેરામીટર્સ અને વયને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માટે તેમને તાત્કાલિક સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી એઈમ્સ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત