Video: બકરોલામાં ચાર વર્ષનું બાળક ખાબક્યું

સોર્સ: gstv

દિલ્હીના નજફગઢ સ્થિત બકરોલા વિસ્તારમાં બિહાર દાસ ગાર્ડન નજીક ચાર વર્ષનું બાળક ખુલ્લા બોરવેલ અથવા ખાડામાં ખાબકતાં ભારે સસરાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકને સલામત બહાર કાઢવા માટે જેસીબી મશીનો વડે સમાંતર ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે અને બાળકને સતત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. સ્થળ પર તબીબી ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે. સમગ્ર વિસ્તારના લોકો બાળકની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને રાહત ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત