Video: ડિલિવરી બોય અને ગિગ વર્કર્સ માટે મોટા ખુશખબર! દરેક ઓર્ડર પર સીધા બેંક ખાતામાં જમા થશે પૈસા, જાણો શું છે આ નવી યોજના

સોર્સ: gstv

તેલંગાણા સરકારે રાજ્યના લાખો ગિગ વર્કર્સ (ડિલિવરી બોય, કેબ ડ્રાઇવર વગેરે) ના કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત કરી છે. હૈદરાબાદમાં 'તેલંગાણા ગિગ વર્કર્સ સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલફેર સ્કીમ'ના લોન્ચિંગ પ્રસંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેલંગાણા સરકાર રાજ્યના ગિગ વર્કર્સને 5 લાખ રૂપિયાના અકસ્માત વીમા અને 10 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાની ગેરંટી આપવા જઈ રહી છે. આ સુવિધાથી કામદારો અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા મળશે.

જાહેરાત

આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, હવે દરેક ડિલિવરી પર થતા ટ્રાન્ઝેક્શનના 1 ટકા રકમ સીધી ગિગ વર્કર્સના બેંક ખાતામાં જમા થશે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, તેલંગાણાના દરેક શહેરમાં કંપનીઓએ આ રકમ ચૂકવવી પડશે. આ નાણાં પહેલા 'ગિગ વર્કર્સ બોર્ડ' પાસે જશે અને ત્યાંથી સીધા કામદારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ડિલિવરી પાર્ટનર્સ અને અન્ય ગિગ વર્કર્સને કાયમી સામાજિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા પૂરી પાડવાનો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત