Video: આસનસોલ રેલવે સ્ટેશન પર છઠ પૂજાની ભારે ભીડ

છઠ પૂજાના મહાપર્વની ઉજવણી માટે પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી . બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં બેસવા માટે વતન જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સ્ટેશન પર ઉમટી પડ્યા હતા .તહેવારના કારણે ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. ભારે ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને સુરક્ષા દળો દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .
જાહેરાત







