Video: યાદગીરમાં મોંઘવારી મુદ્દે JDSની ભવ્ય બાઈક રેલી

સોર્સ: gstv

કર્ણાટકના યાદગીર ખાતે જનતા દળ દ્વારા રાજ્ય સરકારની મોંઘવારી વધારતી નીતિઓના વિરોધમાં વિશાળ બાઈક રેલી અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં JDSના નેતાઓ અને કાર્યકરોએ બાઈક રેલી કાઢીને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું હતું . તેમણે સરકાર પાસે તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચી જનતાને રાહત આપવાની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત