અશોક હોટેલ કે રામલીલા મેદાન, બંનેમાંથી એકેય જગ્યા મળી નહી, (INDIA) ગઠબંધનની મેગા-રેલીને ઝટકો

અશોક હોટેલ કે રામલીલા મેદાન, બંનેમાંથી એકેય જગ્યા મળી નહી,  (INDIA) ગઠબંધનની  મેગા-રેલીને ઝટકો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૩૦ ઓક્ટોબર અને ૧ નવેમ્બરે યોજાનારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા છે. વેણુગોપાલનો દાવો છે કે અશોકા હોટેલ અને રામલીલા મેદાન બંને જગ્યાએ વિશાળ રેલી યોજવાની પરવાનગી આપવામાં આવી નથી. કોંગ્રેસ પક્ષ ૧ નવેમ્બરે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જાહેર મહાભિયોગ' (public impeachment) જેવો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી રહ્યો છે.

અશોકા હોટેલમાં યોજવાનું આયોજન

કે.સી. વેણુગોપાલના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ કાર્યક્રમ અશોકા હોટેલમાં યોજવાનું આયોજન હતું. જોકે હોટેલ સંચાલકો આ કાર્યક્રમ માટે સહમત હતા, પરંતુ દિલ્હી પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ, રામલીલા મેદાનમાં કાર્યક્રમ યોજવા માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ તે વિનંતી પણ ફગાવી દેવામાં આવી. કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું હતું કે પક્ષનો ઉદ્દેશ્ય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવાનો અને ચૂંટણી પ્રણાલીને શુદ્ધ કરવાનો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પોતાનો વિરોધ ચાલુ રાખશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત