Video: "દિલ્હીમાં રચાશે નવો ઈતિહાસ!" 1 નવેમ્બરની ઇન્ડિયા ગઠબંધનની રેલીને લઈને ભૂપેશ બઘેલનો સનસનીખેજ દાવો!

1 નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનની વિશાળ રેલીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ રેલીની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ગુવાહાટી ખાતે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ રેલી ઐતિહાસિક સાબિત થશે અને દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીની સૌથી મોટી રેલી બનશે.
પત્રકારો સાથે વાતચીત કરતાં ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, "આ રેલીને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારા આહ્વાન પર દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે ઐતિહાસિક બનશે અને દિલ્હીના ઈતિહાસમાં અત્યાર સુધી યોજાયેલી તમામ રેલીઓ કરતાં સૌથી વિશાળ હશે."
વિપક્ષી ગઠબંધન આ રેલી દ્વારા પોતાની એકતા અને જનસમર્થન દર્શાવીને કેન્દ્ર સરકાર સમક્ષ મોટો શક્તિપ્રદર્શન કરવાની તૈયારીમાં છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.






