ડેલશાદ ઈરાનીએ મોડરેટર તરીકે ચર્ચાનું સંચાલન કર્યું
મુંબઈ ખાતે યોજાયેલા FICCI ફ્રેમ્સ ૨૦૨૬ કાર્યક્રમમાં ભારતીય મનોરં
મુંબઈ ખાતે યોજાયેલા FICCI ફ્રેમ્સ ૨૦૨૬ કાર્યક્રમમાં ભારતીય મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ એકમંચ પર એકઠી થઈ હતી. આ ખાસ પ્રસંગે પ્રખ્યાત પ્રોડ્યુસર એકતા કપૂર, ફિલ્મ નિર્માતા વિપુલ શાહ અને ડિરેક્ટર નિકુલ દેસાઈ વચ્ચે એક મહત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા પત્રકાર ડેલશાદ ઈરાનીએ આ ચર્ચાના મોડરેટર તરીકે ભૂમિકા ભજવી હતી. ચર્ચા દરમિયાન ભારતીય સિનેમા અને મનોરંજન ક્ષેત્રના ભવિષ્ય, નવા બદલાવો તથા કન્ટેન્ટ ક્રિએશન સંબંધિત વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ પેનલ ડિસ્કશનમાં મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા.
જાહેરાત







