Video: છઠ્ઠ પૂજાની તૈયારી

ઉત્તરપ્રદેશના કાનપુરમાં છઠ્ઠ પૂજાને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. CTI કેનાલ ખાતે છઠ્ઠ પૂજાના આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પૂજા માટે ઘાટની સફાઈ અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. છઠ્ઠ વ્રતીઓ અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તહેવારને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છઠ્ઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે.
જાહેરાત







