Video: દિગારુ સ્ટેશન નજીક છ કોચ ખડી પડ્યા

સોર્સ: gstv

અસમના કામરૂપ જિલ્લાના દિગારુ રેલ્વે સ્ટેશન નજીક કોલકાતા-સાયરંગ એક્સપ્રેસના છ કોચ પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રેલ્વે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાટા પરથી ઉતરેલા કોચ હટાવવાની અને ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલ્વે વિભાગે ઘટનાના કારણોની તપાસના આદેશ આપ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત