Video: ચંદીગઢના બેંક સ્ક્વેરમાં બોમ્બની ધમકીથી દોડધામ

સોર્સ: gstv

ચંદીગઢ શહેરના સેક્ટર ૧૭ સ્થિત બેંક સ્ક્વેરની બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ચંદીગઢ પોલીસનો કાફલો અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બેંક પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ધમકીભર્યા સંદેશાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત