Video: ઉત્તરપ્રદેશમાં બે મોટા રાજકીય પક્ષોએ હાથ મિલાવ્યાં

ઉત્તરપ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મોટા ગઠબંધનની જાહેરાત થઈ છે. અસદુદ્દીન ઓવૈસીની AIMIM અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી સાથે મળી વિધાનસભા ચૂંટણી લડશે...તેમણે સામાજિક પરિવર્તન મોરચા નામે ગઠબંધનની જાહેરાત કરી છે. આ બન્ને પક્ષ મળી ઉત્તરપ્રદેશની તમામ 403 બેઠક પર ચૂંટણી લડશે. જેમા ચંદ્રશેખર આઝાદને મુખ્યપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવ્યો છે. ચંદ્રશેખરે આ ગઠબંધનને ત્રીજો મોર્ચો ગણાવવાને બદલે સામાજિક પરિવર્તન મોર્ચો કહ્યો. તેમણે કહ્યું કે હવે નબળા સમાજના લોકો પોતાના વોટની તાકાતથી મજબૂત બનશે અને કોઈની આગળ હાથ નહીં ફેલાવે. ચંદ્રશેખર આઝાદે આઝમ ખાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ જેના કારણે જેલમાં છે, તે બધા જાણે છે. તેમણે કહ્યું કે કોણ વોટનો સંબંધ નિભાવી રહ્યું છે, તે પણ બધાને ખબર છે. બીજીબાજુ ઓવૈસીએ કહ્યુ કે ભાજપને સત્તા પર આવવાથી રોકવા માટે આ એક મજબૂત વિકલ્પ હશે અને તેઓ ઉત્તરપ્રદેશની જનતાના વિશ્વાસ પર સાચા ઠરશે.







