VIDEO : પ્રિયંકા ગાંધીના હસ્તે રેલવે પ્લેટફોર્મ શેલ્ટરનું ઉદ્ઘાટન
કેરળના થુવ્વુર રેલવે સ્ટેશન ખાતે આજે એક નવનિર્મિત રેલવે પ્લેટફોર્મ શેલ્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામા

કેરળના થુવ્વુર રેલવે સ્ટેશન ખાતે આજે એક નવનિર્મિત રેલવે પ્લેટફોર્મ શેલ્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાયનાડના લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ ખાસ ઉપસ્થિત રહીને આ શેલ્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધાને કારણે સ્ટેશન પર આવતા મુસાફરોને, ખાસ કરીને ભારે વરસાદ અને તડકા દરમિયાન ભારે રાહત મળશે. ઉદ્ઘાટન પ્રસંગે પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે મુસાફરોની સુવિધામાં વધારો કરવો તે અમારી પ્રાથમિકતા છે. તેમણે રેલવે સ્ટેશનના વિકાસ અને આધુનિકીકરણ માટે ચાલી રહેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિર્મિત શેલ્ટરથી મુસાફરી વધુ સુરક્ષિત અને અનુકૂળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ આ સુવિધા બદલ સાંસદ અને રેલવે તંત્રનો આભાર માન્યો હતો.








