Recipe / સાંજના નાસ્તામાં ટ્રાય કરો ક્રિસ્પી હની ચિલી નૂડલ્સ, મીઠા અને તીખા સ્વાદનું મળશે કોમ્બિનેશન

સાંજના સમયે જો તમને સમોસા કે પકોડા ખાવાનું મન ન થતું હોય, તો તમે મધના સ્વાદવાળા ક્રિસ્પી નૂડલ્સ બનાવી શકો છો. તેનો સ્વાદ ખૂબ જ લાજવાબ લાગે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ કે ક્રિસ્પી હની ચિલી નૂડલ્સ કેવી રીતે બનાવવા.
સામગ્રી
વેજ નૂડલ્સ માટેની સામગ્રી
- 1 ડુંગળી
- 1 ગાજર
- 1 શિમલા મરચું
- અડધો કપ કોબી
- અનાનસના ટુકડા
- 6-8 લસણની કળી
- 1 ઈંચ આદુ
- 2 લીલા મરચાં
- 200 ગ્રામ નૂડલ્સ
- તળવા માટે તેલ
હની ચિલી ગ્રેવી માટેની સામગ્રી
- 2 મોટા ચમચા તેલ
- 2 ચમચી રેડ ચિલી સોસ
- 1 મોટો ચમચો મધ
- 2 મોટા ચમચા કેચઅપ
- 2 મોટા ચમચા શેઝવાન સોસ
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી વિનેગર
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ચપટી કાળા મરીનો પાઉડર
- 1 મોટો ચમચો કોર્નફ્લોર
- 2-3 મોટા ચમચા પાણી
બનાવવાની રીત
વેજ ક્રિસ્પી હની ચિલી નૂડલ્સ બનાવવા માટે સૌપ્રથમ ડુંગળી, ગાજર, શિમલા મરચા અને કોબીને બારીક સમારી લો. ત્યારબાદ એક ચોપરમાં લસણ, આદુ અને લીલાં મરચાં નાખીને તેને અધકચરાં સમારી લો.
હવે નૂડલ્સને તળી લો. એક ઊંડી કડાઈ લો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં નૂડલ્સ ઉમેરો. નૂડલ્સને તેજ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. જ્યારે નૂડલ્સ બરાબર સેટ થઈ જાય, ત્યારે તેને પલટાવીને બીજી બાજુથી પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે હની ચિલી સોસ બનાવવા માટે એક કડાઈમાં તેલ નાખો અને તેમાં સમારેલું આદુ, લસણ અને લીલાં મરચાં ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં બધાં શાકભાજી ઉમેરો અને તેજ આંચ પર થોડી સેકન્ડ માટે બરાબર મિક્સ કરો. હવે તેમાં રેડ ચિલી સોસ, કેચઅપ, શેઝવાન સોસ, સોયા સોસ, વિનેગર, મીઠું અને કળા મરીનો પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો. ગ્રેવી તૈયાર કરવા માટે તેમાં થોડું પાણી ઉમેરો.
હવે એક બાઉલમાં કોર્નફ્લોર અને પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને ગ્રેવીમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, જેથી ગ્રેવી ઘટ્ટ થઈ જાય. હવે તેમાં મધ ઉમેરીને બરાબર મિક્સ કરો. તમારી હની ચિલી ગ્રેવી તૈયાર છે.
હવે એક પ્લેટમાં તળેલા નૂડલ્સ ગોઠવો અને તેની ઉપર તૈયાર કરેલી હની ચિલી ગ્રેવી નાખો. ગરમાગરમ ક્રિસ્પી હની ચિલી નૂડલ્સ તરત જ સર્વ કરો.






