હાથ પર મહેંદી મુકાવ્યા બાદ બળતરા અને ખંજવાળની સમસ્યા થાય છે? તો આ ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરો

લગ્ન હોય કે કોઈ તહેવાર હોય મહિલાઓ દરેક પ્રસંગોમાંહાથ પર મહેંદી મુકાવડાવે છે. મહેંદી મુકાવ્યા પછી કેટલાક લ

હાથ પર મહેંદી મુકાવ્યા બાદ બળતરા અને ખંજવાળની સમસ્યા થાય છે? તો આ ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરો

લગ્ન હોય કે કોઈ તહેવાર હોય મહિલાઓ દરેક પ્રસંગોમાંહાથ પર મહેંદી મુકાવડાવે છે. મહેંદી મુકાવ્યા પછી કેટલાક લોકોને એલર્જી થાય છે. એલર્જીના કારણે હાથની ત્વચા પર લાલ પિમ્પલ્સ, ખંજવાળ અને બળતરા થવા લાગે છે. જો તમને પણ મહેંદી લગાવવાથી કોઈ પ્રકારની એલર્જી છે તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એવા ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશું, જેને અનુસરીને તમે એલર્જીને કારણે થતી સમસ્યાઓથી બચી શકો છો.

એલોવેરા જેલનો ઉપયોગ

આજકાલ માર્કેટમાં એવી મહેંદી મળે છે જેમાં કેમિકલ હોય છે, જેનો ઉપયોગ કરવામાં આવે તો તમને નુકસાન થઈ શકે છે. મહેંદી મુકાવ્યા પછી જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમે તમારા હાથ પર બરફ લગાવી શકો છો. આ સિવાય તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો, તે ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે. આ માટે તમારા હાથ પર થોડું એલોવેરા જેલ લગાવો અને તેને 15થી 20 મિનિટ માટે રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો, તેનાથી તમને રાહત મળશે.

જાહેરાત

નાળિયેર તેલનો ઉપયોગ

મહેંદીથી થતી એલર્જી માટે તમે નાળિયેર તેલનો પણ ઉપયોગ કરી શકો છો, તે ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે અને બળતરાથી રાહત આપે છે. તમે રાત્રે સૂતા પહેલા તમારા હાથ પર નારિયેળ તેલ લગાવી શકો છો. આ સિવાય તમે લીંબુનો રસનો ઉપયોગ કરી શકો છો, તે તમને એલર્જીથી રાહત અપાવવામાં મદદ કરશે અને ત્વચાને ઠંડક મળશે. 

આ બાબતો ધ્યાનમાં રાખો

આ સિવાય મહેંદી મુકાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હાથ પર મહેંદી મુકાવતા પહેલા પેચ ટેસ્ટ કરો, હથેળી પર થોડી મહેંદી લગાવો અને થોડીવાર રાહ જુઓ. જો તમને તેનાથી બળતરા થતી હોય તો મહેંદીનો ઉપયોગ ન કરો. જો તમે મહેંદી મુકાવી હોય અને તમને બળતરા કે ખંજવાળની સમસ્યા થાય તો તરત જ તેને પાણીથી ધોઈ લો. જો આ ઉપાયો કર્યા પછી પણ તમને રાહત નથી મળતી તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લો.

આ સમાચાર શેર કરો

જાહેરાત