સમુદ્રની મધ્યમાં બાંધવામાં આવ્યો છે આ કિલ્લો, તેને ક્યારેય કોઈ જીતી નથી શક્યું
જો તમે મુંબઈ જઈ રહ્યા છો તો તમે જંજીરા કિલ્લાની પણ મુલાકાત લઈ શકો છો. આ કિલ્લો સમુદ્રની વચ્ચે બનાવવામાં આવ્યો છે

જો તમે મુંબઈ જઈ રહ્યા છો તો તમે જંજીરા કિલ્લાની પણ મુલાકાત લઈ શકો છો. આ કિલ્લો સમુદ્રની વચ્ચે બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો દરિયાઈ સપાટીથી 90 ફૂટની ઊંચાઈ પર છે. અરબી સમુદ્રમાં બનેલો આ કિલ્લો પ્રવાસીઓને આકર્ષે છે. આ પ્રખ્યાત કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દરિયાકાંઠાના ગામ મુરુદમાં છે. તેથી તેને મુરુદ જંજીરા કિલ્લો પણ કહેવામાં આવે છે. આ કિલ્લાની રચના વિશાળ છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
આ કિલ્લો અંડાકાર ખડક પર બાંધવામાં આવ્યો છે અને તે લગભગ 22 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લાને લશ્કરી કિલ્લાની જેમ બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો 15મી સદીમાં અહમદનગર સલ્તનતના મલિક અમ્બરની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ કિલ્લાને બનાવવામાં 22 વર્ષ લાગ્યા હતા. આ કિલ્લામાં ઘણી તોપો પણ રાખવામાં આવી છે. પ્રવાસીઓ આજે પણ કિલ્લામાં તે સમયની સુરક્ષા ચોકીઓ જોઈ શકે છે.
આ કિલ્લો 40 ફૂટ ઉંચી દિવાલોથી ઘેરાયેલો છે. આ કિલ્લામાં શાહ બાબાની સમાધિ પણ બનેલી છે. કિલ્લાની અંદર જ મીઠા પાણીનું તળાવ છે. દરિયાનું પાણી ખારું છે પરંતુ તળાવનું પાણી મીઠુ છે, જેના કારણે તે એક રહસ્ય બનીને રહે છે. આ કિલ્લામાં લગભગ 22 ગોળ ટાવર છે. જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમે આ કિલ્લો જોઈ શકો છો. આ કિલ્લો જાહેર જનતા માટે ખુલ્લો છે. મુરુદ જંજીરા કિલ્લો ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો છે, જેના કારણે પ્રવાસીઓ તેની તરફ વધુ આકર્ષાય છે.
મુરુદ શહેરમાંથી પ્રવાસીઓ બોટ દ્વારા આ કિલ્લા સુધી પહોંચે છે. બોટ રાઈડનો પણ પોતાનો રોમાંચ છે અને તે કિલ્લાની મુલાકાત લેવાની ઈચ્છા બમણી કરે છે. આ કિલ્લામાં પ્રવેશ કરવા માટે કોઈ પૈસા નથી લેવામાં આવતા, પરંતુ તમારે બોટ દ્વારા કિલ્લા સુધી પહોંચવા માટે પૈસા ચૂકવવા પડશે. આ કિલ્લો સવારથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ કિલ્લાને ક્યારેય કોઈ જીતી શક્યું ન હતું. આ કિલ્લાની સૌથી મોટી ખાસિયત તેની મજબૂત કિલ્લેબંધી છે. આ એક એવો કિલ્લો છે જે ક્યારેય બહારના દળોએ કબજે કર્યો ન હતો. 1947માં આઝાદી બાદ અંગ્રેજોએ આ કિલ્લો ભારતને સોંપી દીધો હતો.





