IND vs NZ / શ્રેયસ અય્યર સંભાળશે ટીમની કમાન, રોહિતનો જોડીદાર કોણ બનશે? ચોથી ODIમાં બદલાઈ જશે પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલની ગેરહાજરીમાં ભારતીય ટીમ ચોથી ODI માટે પ્લેઈંગ ઈલેવનને લઈને મોટા પડકારનો સામનો કરી રહી છે. ભારતીય ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફારો કરવા પડશે. ગિલની જગ્યાએ અય્યર ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. નોંધનીય છે કે ઘણા ખેલાડીઓ 19 નવેમ્બરથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે.
આ સ્થિતિમાં ગિલની જગ્યાએ અય્યર છેલ્લી બે ODIમાં ટીમનું નેતૃત્વ કરશે. ભારત સિરીઝના 2-0થી આગળ ચાલી રહ્યું છે અને હવે શ્રેયસ ભારતીય ટીમને જીત અપાવવાની જવાબદારી સંભાળશે. ભારતે અગાઉ અય્યરની કેપ્ટનશિપ હેઠળ T20 સિરીઝ જીતી હતી અને હવે ODIમાં પણ તેની પાસેથી આ જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. જોકે, ચોથી મેચમાં તે કયા સંયોજનને મેદાનમાં ઉતારશે તે જોવાનું બાકી છે.
કેએલ રાહુલ પણ ટીમમાંથી બહાર થયો
વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ પણ છેલ્લી બે ODI માટે ટીમનો ભાગ નહીં રહે. તે ટેસ્ટ ટીમમાં જોડાયો છે. તેથી, ઈશાન કિશન તેની જગ્યાએ વિકેટકીપિંગ કરતો જોવા મળશે. રાહુલે અત્યાર સુધી ODI સિરીઝમાં શાનદાર બેટિંગ કરી છે અને ઈશાન કિશન પાસેથી પણ એવું જ પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવશે, કારણ કે ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓ અત્યાર સુધી બેટ્સમેન માટે પ્રતિકૂળ રહી છે.
શુભમન ગિલનું સ્થાન કોણ લેશે?
ગિલના ગયા પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોહિત શર્મા સાથે ઈનિંગ કોણ ઓપન કરશે. ઈશાન કિશન વિકેટકીપિંગ અને ઓપનિંગ બંને કરી શકે છે. તેના સિવાય ઋતુરાજ ગાયકવાડ પણ ટીમમાં સામેલ છે, અને તે પણ ઈનિંગ ઓપન કરી શકે છે.
અંશુલ કંબોજ પણ બહાર
અંશુલ કંબોજે અત્યાર સુધી ODI સિરીઝમાં બધાને પ્રભાવિત કર્યા છે. તેણે શાનદાર બોલિંગ કરી છે, પરંતુ હવે તે પણ ટેસ્ટ સિરીઝની તૈયારીમાં જોડાયો છે. આવી સ્થિતિમાં, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. સિરાજે આ પ્રવાસમાં અત્યાર સુધી એક પણ મેચ નથી રમી.
ચોથી ODI માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), નમન ધીર, અક્ષર પટેલ, આકિબ નબી, ગુરનુર બરાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.






