Asian Games 2026 / ભારતે શૂટિંગમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ, સુરુચિ-કમલજીત જોડીએ કરી કમાલ

ભારતની એશિયન ગેમ્સ 2026માં 25 સપ્ટેમ્બરના રોજ શાનદાર શરૂઆત થઈ હતી, જેમાં કમલજીત અને સુરુચીએ 10 મી

Asian Games 2026 / ભારતે શૂટિંગમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ, સુરુચિ-કમલજીત જોડીએ કરી કમાલ
આ સમાચાર સાંભળો

ભારતની એશિયન ગેમ્સ 2026માં 25 સપ્ટેમ્બરના રોજ શાનદાર શરૂઆત થઈ હતી, જેમાં કમલજીત અને સુરુચીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના અગાઉના ગોલ્ડ મેડલ બાદ એશિયન ગેમ્સ 2026માં આ ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે. 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટ ફાઈનલમાં શરૂઆતથી અંત સુધી કમલજીત અને સુરુચીના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેઓએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું અને અંતે 484.6 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. કમલજીત અને સુરુચી વિશ્વ રેકોર્ડ તોડવાથી માત્ર 3.8 પોઈન્ટ પાછળ રહ્યા.

ભારતીય જોડીને સાઉથ કોરિયા તરફથી કઠિન સ્પર્ધા મળી

10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં ટોચની ચાર જોડી મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થાય છે. ફાઈનલમાં, ભારત, સાઉથ કોરિયા, ઈરાન અને ઇન્ડોનેશિયા ફાઈનલમાં ભાગ લીધો. ભારતીય ટીમે પહેલી સિરીઝથી જ આ ઈવેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું, જેમાં સાઉથ કોરિયન જોડી સુહ્યોન હોંગ અને ગ્વોન ચૂ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો, જેમણે 478 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઈરાની જોડીએ 415.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જ્યારે ઇન્ડોનેશિયન જોડી 349.4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી હતી. અગાઉ, કમલજીત અને સુરુચીએ શાનદાર પ્રદર્શન કરીને ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

જાહેરાત

ભારતે મેન્સ 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં ટીમે સિલ્વર મેડલ જીત્યો

ભારતની મેન્સ 50 મીટર રાઈફલ 3 પોઝિશન ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, નીરજ કુમાર અને રુદ્રાક્ષ પાટિલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં અનુક્રમે 589, 588 અને 585 પોઇન્ટ મેળવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતીય ટીમે કુલ 1762 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે ચીને આ ઈવેન્ટમાં 1766 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અત્યાર સુધીમાં, ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં 19 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત હવે મેડલ ટેલીમાં 12મા ક્રમે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત