VIDEO : એસ્કેલેટરમાં ફસાયું બાળકનું માથું, આ દૃશ્યો જોઈ તમે પણ ડરી જશો
ચીનના ચોંગકિંગનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકનું માથું એસ્કેલેટર અને બાજ
ચીનના ચોંગકિંગનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકનું માથું એસ્કેલેટર અને બાજુની દિવાલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયું છે. આ ઘટના 16 જુલાઈ 2025ના રોજ બની હતી, પરંતુ સદનસીબે નજીકમાં હાજર લોકોએ તત્પરતા દાખવી અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને મોટી દુર્ઘટના ટળી ગઈ.
વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે બાળકનું માથું એસ્કેલેટર અને દિવાલ વચ્ચેના ફસાઇ ગયું છે, સદનસીબે લોકોએ સમયસર બાળક પર ધ્યાન આપ્યું અને તરત જ એસ્કેલેટર બંધ કરી દીધું.
જોકે, વાયરલ ક્લિપમાં તમે જોશો કે એસ્કેલેટર બંધ થયા પછી પણ બાળક પોતાનું માથું બહાર કાઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો. પછી કેટલાક લોકો તેની મદદ માટે આગળ આવ્યા, અને એસ્કેલેટરની રેલિંગ ખેંચીને બાળકને કોઈ ઈજા વિના બહાર કાઢવામાં સફળ રહ્યા.





