Nvidia છોડ્યા બાદ જેન્સન હુઆંગને એલન મસ્કની ઓફર, કહ્યું- 'તેમને હાયર કરવા સન્માનની વાત હશે'

વિશ્વની દિગ્ગજ ચિપમેકર કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગ હાલમાં પોતાના અંગત સંબંધો અને વિવાદોને કારણે ચર્ચામાં આવ્યા છે. બે કથિત એક્સ્ટ્રા-મેરિટલ અફેર્સ અને ચીનની મહિલા જાસૂસ સાથે સંબંધ હોવાના ગંભીર આરોપો બાદ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો સામે આવતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મોટી ઉથલપાથલ વચ્ચે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક ઇલોન મસ્કે જેન્સેન હુઆંગને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે ટેક જગતમાં ભારે હલચલ મચી ગઈ છે.
ઇલોન મસ્કનું મોટું નિવેદન: હુઆંગને કામ પર રાખવું સન્માનની વાત હશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 'ZeroHedge' નામના એક એકાઉન્ટ દ્વારા ઇલોન મસ્કને ટેગ કરીને લખવામાં આવ્યું હતું કે, 'ઇલોન, કૃપા કરીને જેન્સેન હુઆંગને હાયર કરી લો.' આ યુઝરના ટ્વીટનો જવાબ આપતા ઇલોન મસ્કે કહ્યું કે, 'તેમને હાયર કરવું મારા માટે સન્માનની વાત હશે.' મસ્કના આ નિવેદને સોશિયલ મીડિયા પર નવી અટકળોને જન્મ આપ્યો છે અને ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું હવે હુઆંગ આગામી સમયમાં મસ્ક સાથે મળીને કામ કરી શકે છે?
શું છે જેન્સેન હુઆંગના વિવાદોનું મુખ્ય કારણ?
જેન્સેન હુઆંગના વિવાદો પાછળ મુખ્ય કારણ એલિસ હુઆંગ સાથેના સંબંધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સિંગાપોરની ડેટા કંપની 'મેગાસ્પોર્ડ'ની પૂર્વ અધિકારી રહી ચૂકેલી એલિસ પર યુએસ ગુપ્તચર અધિકારીઓ દ્વારા ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એજન્સીઓનું માનવું છે કે એશિયામાં Nvidiaના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ પર કામ કરતી વખતે તેમણે બેઈજિંગને ગુપ્ત માહિતી મોકલી હતી. આ ઉપરાંત, ચીનની કંપનીઓને Nvidiaની એડવાન્સ ચિપ મોકલવાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
હેલ્થકેર વાઇસ પ્રેસિડેન્ટ સાથેના સંબંધોની ચર્ચા
એલિસ હુઆંગ સાથેના મામલો શાંત નહોતો થયો ત્યાં જ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો કે હુઆંગના સંબંધો Nvidiaની હેલ્થકેર વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પાવેલ સાથે પણ હતા. કિમ્બર્લી પાવેલ 2008થી Nvidia સાથે જોડાયેલી હતી અને સીધી હુઆંગને રિપોર્ટ કરતી હતી. રિપોર્ટ્સ મુજબ, માર્ચ મહિનામાં કેલિફોર્નિયાના સેન જોસમાં એક કોન્ફરન્સ દરમિયાન બંનેને હોટેલમાં ખૂબ જ નજીક જોવામાં આવ્યા હતા.
જેન્સેન હુઆંગનું રાજીનામું અને એનવીડિયાનું નવું નેતૃત્વ
આ તમામ વિવાદો અને સોશિયલ મીડિયા પર ઊઠેલા તોફાન બાદ આખરે Nvidiaના CEO જેન્સેન હુઆંગે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા બાદ હવે કંપનીની કમાન કોલેટ ક્રેસને સોંપવામાં આવી છે, જેઓ છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે.











