Video: ઈરાની ફૂટબોલ ટીમને બસરા એરપોર્ટ પર પ્લેન ઉતરવાની મનાઈ

ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે એક અણધારી મુશ્કેલી સર્જાઈ, જ્યારે ઇરાકે બસરા એરપોર્ટ પર તેમના વિમાનને લેન્ડિંગ કરવાની મંજૂરી આપી નહીં. એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઈરાની એરલાઈન્સ પર લાદવામાં આવેલા અમેરિકી પ્રતિબંધોના કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. ચાર દેશોની ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહેલી ટીમ આ કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. લેન્ડિંગની મંજૂરી ન મળતા વિમાન પાછું ઈરાન ફર્યું અને તેને અબાદાન એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. ત્યાંથી ખેલાડીઓએ બસ દ્વારા શલમચેહ બોર્ડર ક્રોસ કરી અને રોડ માર્ગે ઈરાકમાં પ્રવેશ કર્યો. આ ટૂર્નામેન્ટમાં યજમાન ઈરાક ઉપરાંત લેબનોન અને પેલેસ્ટાઈનની ટીમો પણ સામેલ છે. એરપોર્ટ પર સર્જાયેલી આ અડચણ છતાં, આખરે ખેલાડીઓ રસ્તા દ્વારા સમયસર બસરા પહોંચી ગયા હતા.
જાહેરાત




