VIDEO: વિજલપોરમાં અમરદીપ એપાર્ટમેન્ટ બેસી ગયું, 24 પરિવારોને ખસેડાયા

નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલી 50 વર્ષ જૂની અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા ભયનો માહોલ સર્જા

સોર્સ: gstv

નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલી 50 વર્ષ જૂની અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા ભયનો માહોલ સર્જાયો છે. એપાર્ટમેન્ટના 24 ફ્લેટમાં રહેતા પરિવારોએ સુરક્ષાના પગલાંરૂપે પોતાનો સામાન સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વર્ષો જૂની એપાર્ટમેન્ટને લઈને મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત