PM મોદીને અપશબ્દો કહેતા ઉઠી લાકડીઓ, ભાજપના કાર્યકરોએ પટણામાં કોંગ્રેસ કાર્યાલયમાં મચાવ્યો હંગામો
શુક્રવારે, આરજેડી અને કોંગ્રેસની સંયુક્ત રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોના ઉપયોગને લઈ
શુક્રવારે, આરજેડી અને કોંગ્રેસની સંયુક્ત રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોના ઉપયોગને લઈને ભાજપના કાર્યકરોએ પટણામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા હતા અને લાઠીચાર્જ શરૂ કર્યો હતો. તેમણે કાર્યાલયમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી અને ઈંટો અને પથ્થરો પણ ફેંક્યા હતા. આમાં કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓને ઈજા થઈ. એક કાર્યકર્તાને માથામાં ફ્રેકચર થયું.
ભાજપના નેતાઓ સદાકત આશ્રમ સુધી કૂચ કરી અને રાહુલ ગાંધી અને ઈન્ડિયા એલાયન્સના અન્ય નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ વિરોધ દરમિયાન, ભાજપના કાર્યકરોએ પટણામાં કોંગ્રેસના રાજ્ય મુખ્યાલય 'સદાકત આશ્રમ'માં તોડફોડ કરી. તેમણે બળજબરીથી કોંગ્રેસ કાર્યાલયનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો.
પોલીસે BJP અને કોંગ્રેસના કાર્યકરોને સ્થળ પરથી દૂર કર્યા
આ દરમિયાન, કોંગ્રેસના કાર્યકરોએ તેમનો પ્રતિકાર કર્યો અને ટૂંક સમયમાં બંને પક્ષે લાઠીચાર્જ શરૂ કર્યો. બંને પક્ષે એકબીજા પર ઈંટો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો. પટણા પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે હળવો બળપ્રયોગ કરવો પડ્યો. પોલીસે BJP અને કોંગ્રેસના કાર્યકરોને સ્થળ પરથી દૂર કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
બુધવારે (27 ઓગસ્ટ) દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની મતદાર અધિકાર રેલી દરમિયાન, સ્ટેજ પરથી વડા પ્રધાન મોદી અને તેમની માતા માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ સમય દરમિયાન રાહુલ કે તેજસ્વી સ્ટેજ પર હાજર નહોતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.










