Video: જ્યાં ભાઈ-બહેન સાથે બિરાજે છે એવા જગન્નાથ મંદિરે ભાઈબીજની ઉજવણી: પ્રભુના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ

અમદાવાદમાં આજરોજ ભાઈ-બહેનના સ્નેહના પવિત્ર પર્વ ભાઈબીજની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે. આ નિમિત્તે અમદાવાદનું ઐતિહાસિક અને આસ્થાનું કેન્દ્ર એવું જગન્નાથ મંદિર ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જગન્નાથજીનું મંદિર દેશનું એકમાત્ર એવું પવિત્ર સ્થળ છે જ્યાં ભગવંત પોતાના ભાઈ અને બહેન સાથે વિરાજમાન છે. મંદિરમાં ભગવાન જગન્નાથજી, તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી એકસાથે બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપે છે.
ભાઈબીજના આ પવિત્ર દિવસે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાઈ-બહેનો જગન્નાથજીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. આજના દિવસે બહેનોએ ભગવાન સમક્ષ શીશ નમાવીને પોતાના ભાઈના દીર્ઘ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ માટે મંગળ કામના કરી હતી. તહેવારના માહોલમાં જગન્નાથ મંદિર પરિસરમાં ભક્તિ અને ભાઈ-બહેનના પ્રેમનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.








