VIDEO: રાજ્યમાંથી ફરી એકવાર નકલી કચેરી ઝડપાઇ, MLAએ રેડ પાડતા ફૂટ્યો ભાંડો!

રાજ્યમાં ફરી એકવાર નકલી કચેરી ઝડપાઈ છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી કહેવાતી સિંચાઈ વિભાગની નક

રાજ્યમાં ફરી એકવાર નકલી કચેરી ઝડપાઈ છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી કહેવાતી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને  આ નકલી કચેરી ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. ઝાલાએ આ પાછળ નિવૃત્ત અધિકારીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા

અરવલ્લીના મોડાસા શહેરમાં કહેવાતી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ છે. રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આ કચેરી ચાલાવવામાં આવતી હોવાની આશંકા છે. જેને લઇ બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. તપાસ દરમિયાન આ કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

જાહેરાત

નકલી કચેરીમાંથી શું-શું મળી આવ્યું?

મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં આ નકલી સિંચાઈ વિભાગની કચેરી ચાલતી હતી. અહીંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત