VIDEO: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા પૂર્વે કોમી એકતા અને સુરક્ષા માટે ફૂટ પેટ્રોલિંગ
લોકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાના ભાગરૂપે

લોકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાના ભાગરૂપે શહેરમાં 'કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ' હાથ ધરાયા છે. જેના અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત રીતે સરસપુર મંદિર સુધી આશરે ૮ કિલોમીટરનું ભવ્ય ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું. આ માર્ગ પર પોલીસે સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરીને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે કટિબદ્ધ પોલીસે નાગરિકોને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતીથી દૂર રહેવા પણ જનતાને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
જાહેરાત








