Video: અમદાવાદ રેલવે સ્ટેશન પર તહેવારોમાં મુસાફરોનો ભારે ધસારો

સોર્સ: Dhaval barot

દિવાળી અને છઠ્ઠપૂજાના તહેવારો દરમિયાન અમદાવાદના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. તહેવારોની રજાઓમાં વતન જવા અને પરત ફરતા મુસાફરોના કારણે રેલવે સ્ટેશનો ધમધમતા જોવા મળ્યા હતા. 1થી 10 નવેમ્બર દરમિયાન અમદાવાદ રેલવે ડિવિઝનમાંથી કુલ 14.07 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેમાં સૌથી વધુ મુસાફરોની અવરજવર અમદાવાદ રેલવે સ્ટેશન પર નોંધાઈ છે.દિવાળી અને છઠ્ઠપૂજાના તહેવારોને લઈને અમદાવાદના રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

1થી 10 નવેમ્બર દરમિયાન અમદાવાદ ડિવિઝનમાંથી કુલ 14.07 લાખ મુસાફરોએ રેલવે મારફતે મુસાફરી કરી હતી.આ આંકડાઓમાં માત્ર અમદાવાદ રેલવે સ્ટેશન પરથી જ 5.36 લાખ મુસાફરોએ અવરજવર કરી હતી.જ્યારે સાબરમતી રેલવે સ્ટેશન પરથી 2.24 લાખ અને અસારવા રેલવે સ્ટેશન પરથી 92 હજાર મુસાફરોએ મુસાફરી કરી હતી.

જાહેરાત

મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ક્રાઉડ કંટ્રોલ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. RPF સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા સ્ટેશનો પર સતત દેખરેખ રાખવામાં આવી હતી, જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે.તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને પગલે રેલવે તંત્ર દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત