Video: . દિવાળી વેકેશનની અસર: અમદાવાદના ધમધમતા બજારો હાલ સુમસામ, રસ્તાઓ પર ટ્રાફિક ઘટ્યો!

દિવાળીના વેકેશનમાં અમદાવાદ શહેરના બજારોમાં એક અલગ જ શાંતિ અને સનાટો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં વાહનોના હૉર્ન અને ગ્રાહકોની ભારે ભીડથી ધમધમતા શહેરના મુખ્ય બજારો હાલ સાવ સુમસામ બન્યા છે...દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજન કર્યા બાદ વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ કરી તહેવારોની રજાઓ શરૂ કરી દીધી છે. લાલ દરવાજા, રિલીફ રોડ, સી.જી. રોડ, અને શાહીબાગ સહિતના મુખ્ય વેપારી વિસ્તારોમાં દુકાનોના શટર બંધ જોવા મળી રહ્યા છે. વેપારીઓ હાલ પરિવાર સાથે તહેવારોની ઉજવણી અને વેકેશનની મજા માણી રહ્યા છે.
બજારો બંધ હોવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પણ ટ્રાફિકની અવરજવર નહિવત જોવા મળી રહી છે.
હવે આગામી લાભ પાંચમ કે સાતમના શુભ દિવસે સારા ચોઘડિયામાં મુહૂર્ત કરીને વેપારીઓ ફરીથી પોતાના ધંધા-રોજગારના શ્રીગણેશ કરશે, ત્યાં સુધી અક્ષરધામ અને રિવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં લોકો રજાઓની મજા માણી રહ્યા છે પરંતુ બજારોમાં આ શાંતિનો માહોલ યથાવત રહેશે.








