VIDEO: વડોદરામાં એલ જ્વેલર્સ પર આઈટી અને જીએસટીના દરોડા
વડોદરાના અલકાપુરી અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાણીતા 'એલ જ્વેલર્સ'ના શોરૂમ પર વહેલી સવારથી જ આઈટી અને જીએસટ

વડોદરાના અલકાપુરી અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાણીતા 'એલ જ્વેલર્સ'ના શોરૂમ પર વહેલી સવારથી જ આઈટી અને જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અન્ય તપાસ એજન્સીઓ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અચાનક પડેલા આ દરોડાને કારણે શહેરના મોટા જ્વેલર્સમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓ દ્વારા શોરૂમની અંદર બિલિંગની નકલો, હાર્ડ ડિસ્ક તેમજ અન્ય મહત્ત્વની સામગ્રીઓ જપ્ત કરીને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
જાહેરાત








