Video: જેતપુર તાલુકામાં સિંહે એક જ રાતમાં 7 પશુઓનું મારણ કર્યું, વન વિભાગે પગલાં ન લેતા સ્થાનિકોમાં રોષ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરાપુરમાં સિંહના આંટાફેરા વધ્યા છે. એક જ રાતમાં સિંહે 7 પશુઓનું મારણ કરત
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરાપુરમાં સિંહના આંટાફેરા વધ્યા છે. એક જ રાતમાં સિંહે 7 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામના ચારણ સમઢિયાળા રોડ પર સિંહે મારણ કરતા પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે. રબારી વિસ્તારમાં સિંહે મધરાતે ધામા નાખ્યા હતા. ભૂખ્યા સિંહે રહેણાંક વિસ્તારની નજીક જ 7 જેટલા પશુઓનું મારણ કર્યું છે, જેના કારણે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રહેણાંક વિસ્તારમાં સિંહના સતત આંટાફેરાને કારણે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે અમારા પશુઓના મોતના કારણે જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર આપવામાં આવે અને સિંહને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં આવે.








