VIDEO: વડોદરામાં બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બેદરકાર કારચાલકની ધરપકડ

વડોદરાના હરણી લેક ઝોન પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યુ

વડોદરાના હરણી લેક ઝોન પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. હરણી લેક પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા સમા-સાવલી રોડ પર આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા શિવાજી જાધવ નામની વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ અકસ્માત સર્જનાર બીજી કારના ચાલક અને ઉદય પાર્કમાં રહેતા મુકેશ અગ્રવાલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભીષણ ટક્કરને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત