VIDEO: પાણેથાના ખેડૂતે કેળની ખેતીમાં લીધું દમદાર ઉત્પાદન

રાજ્યમાં ઘણાં ખેડૂતો કેળનું વાવેતર કરે છે. પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કેળની ખેતીમાં માસ્ટરી મેળવી લીધી છે. ભરૂચ જિલ્લામાં નર્

રાજ્યમાં ઘણાં ખેડૂતો કેળનું વાવેતર કરે છે. પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કેળની ખેતીમાં માસ્ટરી મેળવી લીધી છે. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારમાં કેળનું વાવેતર સવિશેષ જોવા મળે છે. એમાંય પાણેથાના ખેડૂત નિકુંજભાઈ ઘનશ્યામભાઈ દેસાઈએ કેળની ખેતીમાં આગવી ઓળખ બનાવી છે. પુત્ર- પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા વસવાટ કરવા છતાં દરરોજ ખેતરે જઈને ખેતીનું મેનેજમેન્ટ કરે છે. તેઓ કેળની ખેતી સાથે તેના રોપા તેમજ કેળાના વેચાણનું માર્કેટિંગ પણ કરી લે છે. નિકુંજભાઈ દેસાઈ છેલ્લા 12 વર્ષથી ૨0 એકરમાં સતત ઉત્પાદન ચાલુ રહે તે મુજબ રોટેશનથી કેળની ખેતી કરે છે. હાલમાં પણ 10 એકરમાં કેળાનું કટિંગ ચાલી રહ્યું છે.

કેળનું રોપાણ કર્યા બાદ લગભગ 9થી 10 મહિનામાં પાક પૂરો થઈ જાય છે. અત્યારે કેળનું કટિંગ ચાલુ છે. કેળનો હથ્થો કાપીને ખેતરની બહાર લાવવામાં આવે છે. ત્યાર બાદ એક એક લૂમ કટિંગ કરીને સાફ કરવામાં આવે છે. અત્યારે વાડીએ બેઠાં કેળાનું વેચાણ ચાલુ છે. કેળની એક 1 લૂમ 28થી 32 કિલોની તૈયાર થાય છે. અત્યારે કેળના બજારભાવ સારા મળી રહ્યા છે. કેળની લૂમને બોક્સ પેકિંગ કરીને એક્સપોર્ટ કરવામાં આવે છે. અત્યારે 280થી 300 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળી રહ્યો છે.

જાહેરાત

1 એકરમાં કેળની ખેતીમાં અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો થાય છે. 1 એકરમાંથી અંદાજિત 25થી 30 ટન કેળાનું ઉત્પાદન મળે છે. કેળાંના ભાવ ઉપર આવકનો અંદાજ રહે છે. કેળના પાકમાં તેઓ એક મુખ્ય પાક ઉપરાંત બે લામ પાક લેતા હોવાથી 25થી 30 મહિનાની સિઝનમાં તેઓ ત્રણ વખત કેળનું ઉત્પાદન લઈને કમાણી કરે છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત