Video: વડોદરામાં ગંદા પાણીની સમસ્યાને લઈ આંદોલન કરતાં સ્થાનિકોની પોલીસે કરી અટકાયત

વડોદરાના સમા વેમાલી વિસ્તારમાં રસ્તા અને પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો પ્રતિક ઉપ

વડોદરાના સમા વેમાલી વિસ્તારમાં રસ્તા અને પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. જે બાદ આંદોલન કરતાં સામાજિક આગેવાન લખન દરબાર સહિત 8થી વધુ લોકોની અટકાયત કરી પોલીસ તેઓને મંજૂસર પોલીસ સ્ટેશને લાવી હતી. 

છેલ્લા કેટલાય સમયથી વડોદરાના સમા વેમાલી વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યાને લઈ હાલાકીનો સામનો કરી  રહ્યા છે. પીવાનું પાણી ગંદુ આવતા સ્થાનિકોને નાછૂટકે પૈસા આપીને પાણી ખરીદવું પડી રહ્યું છે. આ સાથે ખખડધજ રોડથી પણ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યાથી કંટાળી સ્થાનિકો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા.

જાહેરાત

એક મહિલાએ તો પાણી કેવી હાલતમાં આવી રહ્યું છે તે બતાવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ પ્રતિક ઉપવાસમાં સ્થાનિકો સાથે સામાજીક અગ્રણી લખન દરબાર પણ જોડાયા હતા. ઉપવાસ આંદોલન દરમ્યાન જ પોલીસ ત્રાટકી હતી અને વગર પરવાનગીએ વિરોધ પ્રદર્શન કરતા આઠ કરતા વધુ લોકોની અટકાયત કરી તેઓને મંજૂસર પોલીસ સ્ટેશને લાવી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત