VIDEO: રાજકોટના જેતપુરમાં હાઇવે પર દબાણ હટાવ અભિયાન

રાજકોટ જિલ્લાના જેતપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના જેતપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેતપુરના ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીના માર્ગ પર હાઇવે ઓથોરિટી દ્વારા સઘન દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.નેશનલ હાઇવે પર નડેતરરૂપ બનેલા અને ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોને હટાવવા માટે અગાઉ તંત્ર દ્વારા સંબંધિત દબાણકર્તાઓને નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં સ્વેચ્છાએ દબાણ ન ખસતાં આખરે બુલડોઝરની મદદથી દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી દરમિયાન કોઈપણ અપ્રિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત