VIDEO: Ahmedabadમાં ગરમીને પગલે કરુણા મંદિરે પશુઓ માટે ખાસ વ્યવસ્થા, આધુનિક કુલર અને ગ્રીન નેટ લગાવાઈ

અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કરુણા મંદિર ખાતે

સોર્સ: GSTV

અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કરુણા મંદિર ખાતે અબોલ પશુઓના રક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સીએનસીડી વિભાગ દ્વારા શ્વાન અને ગાયોને ગરમીથી બચાવવા માટે આધુનિક કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે.

ખાસ કરીને પશુઓમાં ડી-હાઈડ્રેશન રોકવા માટે સોડિયમ અને કેલ્શિયમયુક્ત મિનરલ બ્લોક આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બીમાર ગાયોની વિશેષ સંભાળ માટે ગમાણમાં ફોગર મશીન પણ કાર્યરત કરાયા છે. તંત્રના આ માનવીય અભિગમને કારણે ભીષણ ગરમીમાં પણ પશુઓને ઠંડક અને જરૂરી પોષણ મળી રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત